પ્રવૃત્તિઓ

શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના વિકાસ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા માટે અને તે માટેના નાણાં પુરા પાડવા માટે ભુતપૂર્વ મુંબઇ રાજ્યે તા. ૧૭-૦૬-૧૯૫૩ ના રોજ ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ ૧૯૫૩ની રચના કરવામાં આવી. આ અધિનિયમની કલમ-૪ નીચે સ્થપાયેલ શ્રમયોગી ક્લ્યાણ ફંડનો વહીવટ કરવા મુંબઇ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી. સને ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં સને ૧૯૬૧ના ગુજરાત અધિનિયમની ૪૭ની કલમ ૪(ક) થી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી. જે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના નિયંત્રણ હેઠળ કાર્યરત છે.


હેતુ

શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવા હેતુસર બોર્ડ દ્વારા કરવામાં આવતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેમાં રમત-ગમત, સાંસ્કૃતિક, પ્રવાસ પર્યટનો તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ.
ચાલુ નાણાંકીય વર્ષ (૨૦૧૨-૧૩) માં સરકારશ્રી દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ અર્થે કેટલીક યોજનાઓ પ્રથમ વખત મંજુર કરી અમલમાં મુકવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી આ સાથે સામેલ છે. આ યોજનાઓના સુદ્રઢ અમલ દ્વારા શ્રમિકો નવીનત્તમ ટેકનોલોજીથી માહિતગાર થઇ નવી ટેકનોલોજી મુજબ કામ કરી ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી રાજ્યના વિકાસમાં વધુ ને વધુ યોગદાન આપી શકે.


શ્રમિકો માટેની માનવ વિકાસ પ્રવૃત્તિઓ

બાળકો માટે
મોન્ટેસોરી ધોરણે ૫ થી ૨.૫ વય વચ્ચે કામદાર બાળકોને શિક્ષણ


મહિલાઓ માટે
સિલાઈ, ટાંકા, અને ભરતકામની તાલીમ કામદાર ના આશ્રિત મહિલા સભ્ય માટે આપવી


શ્રમિકો માટે
ખાસ કરીને આશ્રિત બેરોજગાર યુવાનો માટે સ્વ રોજગાર અને ગૃહઉદ્યોગોની તાલીમ આપવી, રમતો અને વાંચનખંડ ની સુવિધાઓ પૂરી પાડવી