(મુંબઇ મજુર કલ્યાણ ફંડ અધિનિયમ, ૧૯૫૩ અન્વયે ગુજરાત સરકાર ધ્વારા રચિત વૈધાનિક બોર્ડ)નાગરિક અધિકારપત્ર (CITIZEN CHARTER)
પ્રસ્તાવના
સ્વતંત્ર ભારત ગણરાજયની રચના માટે વિશ્વમાં પ્રવર્તમાન રાજાશાહી, પ્રમુખશાહી, લોકશાહી, સામ્યવાદી, સમાજવાદી તંત્ર વિગેરેના ગુણદોષ નો લાંબાગાળાના પ્રભાવનો વિચાર કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને તત્કાલિન કોંગ્રેસના પ્રમુખ, હોદેૃદારો અને સ્વતંત્રતા સંગ્રામના લીડરોએ ભારતની પ્રજાને લોકશાહીની રાજય વ્યવસ્થાની ભેટ આપી અને જેના મીઠા ફળ સ્વતંત્ર ભારતના તમામ રહેવાસીઓ માણી રહયા છે.
લોકશાહી રાજય વ્યવસ્થામાં પ્રજા અને સામાન્ય જન-માનવના હકક- હિતોની સુરક્ષા અને જીવન વિકાસ કેન્દ્ર સ્થાને રહેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો કલ્યાણ રાજયની રચના કરવામાં આવી જેથી પ્રજાના કલ્યાણ માટે જ સરકારે સતત કાર્યશીલ રહેવું આવશ્યક છે. તદ્ઉપરાંત લોકશાહીમાં જનસમુદાયને આવી કલ્યાણકારી પ્રવત્તિઓનો લાભ મેળવવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
સામાન્ય જન-માનસ ને સરકારી સેવાઓ/યોજનાઓ/કામગીરીઓથી વાકેફ રાખવા અને તેનો લાભ મળવા નિયત થયેલ કાર્યપ્રણાલીની જાણકારી મેળવવા માટે આવશ્યક માહિતી સરળતાથી ઉપલબ્ધ થાય તે સારુ સંસદના વિવિધ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. જેમ કે માહિતી મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, સામાજીક સુરક્ષાનો અધિકાર, વિગેરે કેન્દ્ર સરકાર/રાજય સરકાર ધ્વારા ઘડવામાં આવેલા કાયદાઓનો લાભ મેળવવા નાગરિકને કયાં અરજી કરવી, અરજીનો નમુનો અરજી સાથે બીડવાના પુરાવાઓ અને અરજીનાં અનુસંધાને મળવાપાત્ર લાભ કેટલા સમયમાં મળશે અને જો લાભ મળવામાં વિલંબ કે અવરોધ ઉભો થયો હોય તો આગળ કોને રજુઆત કરવી આવી સમગ્ર બાબતે જો સામાન્ય જનસમુદાયને સરળતાથી ઉપલબ્ધ થાય તેને નાગરિક અધિકારપત્ર કહી શકાય.
૨૪મી મે ૧૯૯૭ ના રોજ તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલબીહારી બાજપાઇના પ્રમુખસ્થાને મુખ્યમંત્રીશ્રીઓની પરીષદ મળી તેમાં એવું નકકી કરવામાં આવ્યું કે, અસરકારક અને જવાબદાર વહિવટ માટે પગલાં લેવાની તાત્કાલિક જરુર છે. ન્યાયપુર્ણ અને નિષ્ઠાયુકત વ્યવહાર એ વહિવટી તંત્રના આવશ્યક ગુણો છે વહિવટી તંત્રની કાર્યદક્ષતા અને શુધ્ધતા માટે નાગરિક સભાનતા પણ જરુરી છે. જો સામાન્ય જનમાનસને સરકારી વહિવટી તંત્રની કાર્યપ્રણાલી/ જરુરી અરજી કયાં કરવી/ કયારે કરવી અને અરજી સાથે આવશ્યક માહિતી / આધાર- પુરાવા કયા રજુ કરવા/અરજીનો નિકાલ માટે નિયત સમયગાળો વિગેરે બાબતે સુમાહિતગાર રાખવા થી વહિવટી તંત્રની કાર્યદક્ષતા અને શુધ્ધતા ના હેતુ બર આવી શકે.
આમ નાગરિક અધિકારોના પાયામાં નાગરિકોને તેમના અધિકારોની જાણકારી અને સજજતા આવશ્યક છે. સામાન્ય જનસમુદાય પોતાના નાગરિક અધિકારો વિષે જાણકારી ધરાવતો ના હોય તો તંત્ર પાસેથી યોગ્ય અને સમયબધ્ધ કામગીરી નહિ મેળવી શકેઇ જાગૃત નાગરિક જ પારદર્શક અને શુધ્ધ વહિવટી તંત્રની ચાવી છે.
હેતુઃ-
ગુજરાત રાજયના સંગઠીત ક્ષેત્રે કાર્યરત શ્રમયોગી જનસમુદાય (મુંબઇ મજુર કલ્યાણ ફંડ અધિનિયમ, ૧૯૫૩ ની કલમ-૬(ખ) મુજબ લેબર વેલ્ફેર ફંડમાં શ્રમયોગી ફાળો જમા થતો હોય તેવા શ્રમયોગી અને તેમના આશ્રિતો) તેઓ માટે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ધ્વારા સંચાલિત કલ્યાણકારી પ્રવૃત્તિઓનો ઝડપી, ન્યાયપુર્ણ અને પુરેપુરો લાભ સરળતાથી મેળવી શકે.
કાર્ય પધ્ધતિઃ-
અધિકારો અને અપેક્ષાઓ