(૧) વર્ષ ૨૦૧૭ માં ધોરણ - ૧૦ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને જેમાં ૭૦ કે વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. ૧,૫૦૦=૦૦ શૈક્ષણીક પુરસ્કાર.
(૨) માર્કશીટની નકલ સ્વયં પ્રમાણીત કરી બીડવાની રહેશે.
(૩) આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા શ્રમયોગીઓના બાળકોને જ આપવામાં આવશે.
(૪) વિદ્યાર્થીઓના વાલી જે કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકો/વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
(૫) અધુરા દસ્તાવેજ/અધુરી વિગતે/ખોટી વિગતે/નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી પત્રક દફ્તરે કરવામાં આવશે.
(૬) કચેરીનો નિર્ણય આખરી ગણાશે. ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે.
(૭) માર્કશીટમાં દર્શાવેલ વિદ્યાર્થીના નામનો જ ચેક આપવામાં આવશે.
(૮) વિદ્યાર્થીના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ.