પરિચય

શ્રમયોગીઓ અને તેમના આશ્રિતોના વિકાસ માટે ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ ૧૯૫૩ ઘડવામાં આવ્યો.

ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ-૧૯૫૩ની કલમ-૪ અન્વયે ભૂતપૂર્વ મુંબઈ રાજ્યે તા.૧૭-૦૬-૧૯૫૩ના રોજ બોમ્બે લેબર વેલ્ફેર બોર્ડની રચના કરી.

૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા સને ૧૯૬૧ના ગુજરાત અધિનિયમ ૪૭ની કલમ ૪(ક) થી ગુજરાત સરકારે ગુજરાત લેબર વેલ્ફેર બોર્ડની રચના કરી.