મિશન અને વિઝન
- શ્રમયોગીઓ અને તેમના આશ્રીતોના વિકાસ માટેની વિવિધ કલ્યાણકારી પ્રવૃતિઓ કરવા માટે અને તે માટે ના નાણા પુરા પાડવા માટે ભુત્પુર્વ મુંબઇ રાજ્યની વિધાનસભાએ ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ -૧૯૫૩ ઘડ્યો.
- આ અધિનિયમની કલમ -3 નીચે રચાયેલા લેબર વેલ્ફેર ફંડનો વહિવટ કરવા માટે કલમ -૪ નીચે શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી.
- સને ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા સને ૧૯૬૧ બા ગુજરાત અધિનિયમ ૪૭ ની કલમ ૪ -ક થી ગુજરાત સરકારે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરી.
- આમ,ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના શ્રમયોગી જન સમુદાય માટે કલ્યાણકારી પ્રવૃતિ કરવાનો છે.
મિશન:
ધી બોમ્બે લેબર વેલ્ફેર ફંડ એક્ટ - ૧૯૫૩ ની કલમ ૭ માં થયેલ જોગવાઇ મુજબ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓના કલ્યાણ અર્થે નિમ્નલિખીત પ્રવૃતિઓ કરવામાં આવે છે.
વાંચનાલયો અને ગ્રંથાલયો સહિત સામુદાયિક શૈક્ષણિક કેન્દ્રો ચલાવવા,
- સામુદાયિક જરૂરીયાતો,
- રમત ગમત ના કાર્યક્રમો,
- પ્રવાસ પર્યટન અને વિહારધામ,
- મનોરંજન અને આનંદ પ્રમોદના બીજા પ્રકારો,
- સ્ત્રીઓ અને બેરોજગાર વ્યક્તિઓ માટે ગૃહઉદ્યોગો અને સહાયક વ્યવસાયો,
- સામાજિક પ્રકારની સામુદાયિક પ્રવૃતિઓ.
વિઝન:
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓ થકી વધુમાં વધુ શ્રમયોગીઓ સુધી તેનો લાભ પહોચે તથા આ યોજનાઓ થકી સારા જીવનનુ ધડતર, સ્વાસ્થય જાગૂતિ, તેમજ ચારિત્ર્ય ઘડતર લક્ષી કાર્યક્રમો યોજવાનો છે.