(૧) સંસ્થા દ્વારા માળખા ગત અને પાયાની સુવિધાઓ ઉભી કરવાની રહેશે. આ સહાય અન્વયે શરૂ કરવામાં આવેલ કેન્દ્ર પાંચ વર્ષ સુધી નિભાવવાનું રહેશે. વાંચનાલય યોજના દર વર્ષે અમલમાં રહેશે.
(૨) મંજુર થયેલ રકમ પૈકી પ્રથમ ૫૦ % નાણા એડવાન્સ આપવામાં આવશે. એડવાન્સ સહાય મળ્યેથી એક માસમાં દરખાસ્તમાં દર્શાવેલ તમામ સાધનો ખરીદ કરી કેન્દ્ર શરૂ કરવાનું રહેશે.
(૩) સંસ્થા દ્વારા તમામ સાધનો ખરીદ કરી તેના બીલોની પ્રમાણિત નકલ રજુ કર્યેથી અને કેન્દ્ર શરૂ થયે કચેરીના અધિકારી દ્વારા સાધનો/ કેન્દ્રની પ્રાથમિક ચકાસણી બાદ બાકીની આર્થિક સહાયનું ચુકવણું કરવામાં આવશે.
(૪) તમામ સાધનોની મરામત અને જાળવણી સંસ્થાએ કરવાની રહેશે.
(૫) સંસ્થા દ્વારા અત્રેથી આપવામાં આવેલ બોર્ડ કેન્દ્રની ઉપર પ્રથમ નજરે દર્શિત થાય તે રીતે લગાવવાનું રહેશે .
(૬) સંસ્થા દ્વારા એક પણ શરતનો ભંગ થયેથી સહાય પેટે આપેલી રકમ ૧૫% વ્યાજ સાથે વસુલ કરવામાં આવશે.
(૭) માસ દરમ્યાન કેન્દ્ર ખાતે લાભ મેળવેલ લાભાર્થીઓની માહીતી મોકલવાની રહેશે.
(૮) દર ત્રણ માસે અત્રેની કચેરીના અધિકૃત અધિકારી દ્વારા નીરીક્ષણ કરવામાં આવશે.
(૯) યોજના સંબધિત આખરી નિર્ણય વેલ્ફેર કમિશ્ર્નરશ્રીનો રહેશે. ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.