(૧) સંસ્થા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત પણે લેબર વેલ્ફેર ફંડ ભરાયેલ હોવો જરૂરી છે.
(૨) સંસ્થા દ્વારા આ યોજનાનો લાભ લીધેથી ત્રણ વર્ષ સુધી આ યોજનાનો લાભ બીજી વાર મળી શકશે નહી.
(૩) કાર્યક્રમ માટે મંજુરી અર્થે કાર્યક્રમના દિન – ૧૫ પહેલા અરજી અત્રેની કચેરીએ રજુ કરી પુર્વ સૈધ્ધાંતિક મંજુરી મેળવ્યા બાદ જ કાર્યક્રમ યોજવાનો રહેશે. તથા બોર્ડને કાર્યક્રમની જાણ અગાઉથી કરવાની રહેશે જેથી બોર્ડના પ્રતિનિધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે.
(૪) સદર મંજુર થયેલ નાણા મંજુર થયેલ કાર્યક્રમ માટે જ ખર્ચ કરવાના રહેશે. જો કાર્યક્રમ મુલત્વી કે તારીખમા ફેરફાર થાય તો તે અંગે કચેરીને લેખીતમા જાણ કરી પુન: મંજૂરી મેળવ્યા બાદ કાર્યક્રમ યોજવો.
(૫) સંસ્થા દ્વારા ૬’ x ૪’ ના કચેરીના સહયોગ અંગેના ૪ (ચાર) બેનર લગાવવાના રહેશે. તથા કાર્યક્રમના ૧૦ કે તેથી વધુ ફોટા બીલ સાથે મોકલવાના રહેશે.
(૬) કાર્યક્રમ પુર્ણ થયે દિન – ૧૫ માં બીલ રજુ કરવાનુ રહેશે.
(૭) સંસ્થા દ્વારા કાર્યક્રમ પુર્ણ થયેથી જે તે કાર્યક્રમ અંગેના બીલોની પ્રમાણિત નકલ રજુ કર્યેથી થયેલ ખર્ચ ના ૫૦% રકમ ફોર્મમાં દર્શાવેલ ક્ર્માંક ૭અ, ૭બ અને ૭ ક માં કરવામાં આવેલ વર્ગીકરણ મુજબ ચુકવવામાં આવશે.
(૮) સંસ્થા દ્વારા શરતનો ભંગ થયેથી સહાય ચુકવવામાં આવશે નહી.
(૯) સહાય અન્વયે આખરી નિર્ણય વેલ્ફેર કમિશ્નરશ્રીનો રહેશે. તેમજ ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે.